સુરેન્દ્રનગરઃ ભાજપના આગેવાન પર અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કર્યું - Firing on Zina Derwadia's car
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-8757218-917-8757218-1599757832731.jpg)
સુરેન્દ્રનગરઃ લીંબડી-રાજકોટ નેશનલ હાઇવે પર બુધવારે મોડી રાત્રે ત્રણ અજાણ્યા શખ્સોએ એક કાર પર ફાયરીંગ કર્યું હતું. ગાંધીનગર થી ચોટીલા તરફ જઈ રહેલા ભાજપના આગેવાન ઝીણા ડેરવાડીયાની કાર પર અજાણ્યા શખ્સો ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી નાશી છુટયા હતા. નવી મોરવાડ ગામના પાટિયા પાસે ત્રણ શખ્સોએ બાઈકની સાઈડ કાપવા જેવી મામુલી બાબતનું મન દુઃખ રાખી ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગને કારણે કારને નુકશાન પહોંચ્યુ હતું. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.