પેટાચૂંટણી: ખેરાલુમાં કોઈ પેરાશૂટ ઉમેદવાર નહીં: રમીલાબેન દેસાઈ
🎬 Watch Now: Feature Video
ખેરાલુઃ મહેસાણા જિલ્લાની 20-વિધાનસભા ખેરાલુ બેઠક પર 2017માં ભાજપના ભરતસિંહ ડાભી 20,000૦ વોટથી વિજેતા થયા હતા, પરંતુ વર્ષ 2019માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં પાટણ બેઠક પરથી ભરતસિંહ સંસદસભ્ય બનતા ખેરાલુ બેઠક ખાલી પડી હતી. હવે પેટા ચૂંટણીમાં ભાજપના પ્રબળ દાવેદાર રમીલાબેન દેસાઈ જે ખેરાલુના પૂર્વ ધારાસભ્ય રહેલા છે, તો ચીમનાબાઈ સરોવર માટે તેમના ખાસ પ્રયાસો રહ્યા હતા અને તે જ સરોવર માટે તેઓ ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ થયા હતા. બાદમાં પક્ષ પલટો કરી રમીલાબેન કોંગ્રેસમાં ગયા હતા, ત્યારબાદ ફરી એકવાર ભાજપમાં આવ્યા છે. હવે એક મહિલા તરીકે સ્થાનિકોમાં સક્ષમ હોઈ પક્ષ તેમને ટિકિટ આપી શકે તેવો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે. અલ્પેશ ઠાકોર મામલે તેઓ સ્પષ્ટ માની રહ્યા છે કે, ભાજપ પેરાશૂટ ઉમેદવાર નહી લાવે. કારણ કે ખેરાલુમાં ભાજપ કે કોંગ્રેસ કોઈ પણ પક્ષ પેરાશૂટ ઉમેદવાર લાવે તો તે ઉમેદવાર જીત મેળવતા નથી.