ચોરાયેલી બાઈક અને પોલીસની ગાડી વચ્ચે અકસ્માત, બાઈક સવારનું મોત - મોત
🎬 Watch Now: Feature Video
મહેસાણાઃ વિસનગરમાં વિજાપુર રોડ પર લાડોલ પોલીસની ગાડીએ બાઇકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઈક ચાલકનું મોત નિપજ્યું હતું. વિજાપુરના ગવાડા પાસેના લાડોલ પોલીસ મથકની ગાડી સાથે બસને પણ ઓવર ટેક કરવા જતા પોલીસની ગાડી સાથે બાઇક અથડાઇ હતી. જેમાં બાઇક ચાલક યુવકનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. બાઇકની અકસ્માત થતા તેની તપાસ હાથ ધરી હતી જેમાં પાછળથી માલુમ પડ્યુ હતુ કે આ બાઇક બપોરે 12 કલાકે આશ્રમ ચોકડી પાસેથી ચોરી થઈ હતી. જે અંગેની ફરીયાદ પોલીસ મથકે નોંધાઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું.