હળવદના જૂના દેવળીયા પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત, બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત - accident news
🎬 Watch Now: Feature Video
મોરબીઃ જિલ્લાના હળવદના જુના દેવળીયા પાસે એક કારે બાઈક ચાલકને અડફેટે લેતા બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા હળવદ પોલીસ ઘટના સ્થળે દોડી જઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક રમેશભાઈ અંબાલાલ ભાઈ પટેલ ઉમર 65 વર્ષ (રહેવાસી રાણીપ અમદાવાદ)ના હોવાનું જાણવા મળ્યું હતું. રમેશભાઈએ જુના ઘાટીલા ગામે વાડી લીધી હતી અને તે દેવળીયાથી મોટરસાયકલ લઈને પોતાની વાડીએ જતા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો હોવાની માહિતી મળી હતી. પોલીસે મૃતદેહને PM માટે ખસેડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.