ભરૂચ નગર સેવા સદનના કથિત ખીચડી કૌભાંડનો મુદ્દો કમિશ્નર કચેરીમાં પહોચ્યો - વિપક્ષના નેતા સમસાદ સૈયદ
🎬 Watch Now: Feature Video
ભરૂચ : નગર સેવા સદનના કથિત ખિચડી કૌભાંડનો મુદ્દો પ્રાદેશિક કમિશ્નર કચેરીમાં પહોંચ્યો છે. જેમાં વિપક્ષના નેતા સમસાદ સૈયદ દ્વારા પ્રાદેશિક કમિશ્નરમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. તેમાં ચોમાસામાં પુરગ્રસ્તોને આપવામાં આવેલા ભોજનના કોન્ટ્રાકટમાં ગેરરીતિ આચરાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જેનું રૂપિયા 6.85 લાખનું બીલ સામાન્ય સભામાં મંજૂરી અર્થે રજૂ કરાતાં ભારે હોબાળો થયો હતો. તેમજ વિપક્ષના નેતા દ્વારા કલમ 258 હેઠળ ફરિયાદ કરવામાં આવી છે.