ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે પિસ્તોલ, મેગેઝિન અને કાર્ટીઝ સાથે 2 આરોપીની ધરપકડ કરી - જાવીદ પટેલ
🎬 Watch Now: Feature Video

ભરૂચ : ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે આમોદના પુરસા રોડ પર આવેલી નવી નગરીમાં રેડ કરી હતી. જે દરમિયાન રહીમ મિયા કાજી નામના આરોપી પાસેથી USA માર્કા વાળી પિસ્તોલ, મેગેઝિન અને કાર્ટીઝ મળી આવ્યા હતા. પોલીસે રહીમની ધરપકડ કરી તેની પૂછપરછ કરતા તેને આ હથિયાર તેની બાજુમાં રહેતા જાવીદ પટેલ પાસેથી ખરીદ્યા હોવાનું જણાવ્યું હતું. પોલીસે જાવીદની પણ ધરપકડ કરી હતી. તેની પાસે એક પિસ્તોલ, મેગઝિન, કાર્ટીઝ અને મોબાઈલ મળી કુલ રૂપિયા 52,100નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જાવીદ પટેલ આ અગાઉ પણ આર્મ્સ એક્ટના ગુનામાં સંડોવાયેલો છે. આ ઉપરાંત ચોરી અને મારામારીના ગુનામાં પણ તેની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે.