વડોદરામાં સંજયનગરના લાભાર્થીઓની આંદોલન પહેલા જ અટકાયત કરાઈ - Sanjaynagar in Vadodara
🎬 Watch Now: Feature Video
વડોદરાઃ શહેરના સંજયનગરમાં લાભાર્થીઓને છેલ્લા 3 વર્ષ ઉપરાંતના સમયથી આવાસો નહીં ફાળવાયા નથી. તેમજ 7-8 મહિનાનું બાકી ભાડું પણ આપવામાં આવ્યું નથી. તેથી વરસિયા સંજયનગરના લાભાર્થીઓ આંદોલનના માર્ગે ઉતરી પડ્યા છે. શુક્રવારે પગપાળા ગાંધીનગર મુખ્યપ્રધાને પોતાની સમસ્યા અંગે રજૂઆત કરવા જવાના હતા. પહેલા જ વહેલી સવારે પોલીસ કાફલાએ સંજયનગરના વિસ્થાપિતોને ઘેરી તેમની અટકાયત કરી હતી. આ ઘટનાને પગલે કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, વિપક્ષી નેતા ચંદ્રકાન્ત શ્રીવાસ્તવ પણ વારસિયા પોલીસ મથકે દોડી આવ્યા હતા અને ભ્રષ્ટચારી તંત્ર પોતાના ભ્રષ્ટાચારને છુપાવવા આંદોલનને અટકાવી રહ્યા હોવાના આક્ષેપ સાથે તંત્ર સામે આકરા શબ્દોના પ્રહારો કર્યા હતા.