'સત્તાધારીઓ શરમ કરો..!' કેશોદમાં આખલાના ત્રાસથી કંટાળેલા લોકોએ બેનર લગાવ્યાં... - Latest news of junagadh
🎬 Watch Now: Feature Video
જૂનાગઢ: જિલ્લાના કેશોદ ખાતે રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે અને શહેરના જાહેર માર્ગો ઉપર વારંવાર આખલાની લડાઇઓ જોવા મળી રહી છે. ચારે બાજુ આખલા ઘુમી રહ્યા છે અને આ આખલાને તાબે કરવા નગરપાલીકા તંત્ર નિષ્ફળ નિવડ્યું છે, પરંતુ આ આખલાની વારંવાર લડાઇમાં શહેરીજનો તેમજ વાહનો ભોગ બની રહ્યા છે. વળી આ આખલાની લડાઇથી ઘણી વખત લોકોનેપણ ઇજા પહોચાડી રહી છે. જયારે વાહનોને પણ ભારે નુકશાન પહોચાડતા આખરે લોકોએ જાગ્રૂતી લાવીને કેશોદ શહેરમાં બેનર લગાવાતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે ત્યારે આ આખલાને નાથવા તંત્ર કયારે સક્ષમ થાય તેતો જોવાનું જ રહ્યું. આ સંદર્ભે સ્થાનિકોએ સત્તાધારી ભાજપ સામે રોષ વ્યક્ત કરતા બેનેરો લગાવ્યા છે. જેમાં સત્તાધારીઓ શરમ કરો, ઉપરાંત આખલાનો ત્રાસ દૂર કરો નહીં તો પ્રજા તમને સત્તામાંથી દૂર કરશેના બેનર લાગ્યા છે.