જામનગરમાં બેન્ક કર્મચારીઓ એક દિવસીય હડતાલ પર - બેન્ક કર્મચારીઓ
🎬 Watch Now: Feature Video
જામનગર: રાજ્યભરમાં બેંક કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. જામનગરના બેંક કર્મચારીઓ પણ હડતાલમાં જોડાયા છે. શહેરની સજુબા સ્કૂલ પાસે 800 જેટલા બેન્કના કર્મચારીઓ એકઠા થઈ, સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. SBI સિવાય 70થી વધુ રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓ દ્વારા મર્જરના વિરોધમાં દેખાવ કરી રહ્યા છે. બેંક કર્મચારીઓ હડતાલ પર જતા કરોડો રૂપિયાના ક્લિનિયર્સ અટકી ગયા છે. બેંક કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી વિવિધ પડતર માંગણીઓને લઈને રજૂઆત કરી રહ્યા છે. પરંતુ તેનો કોઈ ઉકેલ ન આવતા મંગળવારે એક દિવસીય હડતાલ કરી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. બેન્કોનું મર્જર કરવામાં આવશે તો કર્મચારીઓની મુશ્કેલીઓ વધશે.