બનાસકાંઠાના મોટા ગામના દરેક ઘરમાં એક જવાન સરહદ પર...
🎬 Watch Now: Feature Video
પાલનપુરઃ વિશ્વમાં ગુજરાતીઓની એક છાપ રહેલી છે કે, ગુજરાતના લોકો માત્ર ધંધો અને જલસા કરવામાં આગળ હોય છે. દેશની સેવામાં નહી. પરંતુ, આજે આપણે એવા ગામ વિશે જાણીશું જે ગામના 300 જવાનો ભારતીય સૈન્યમાં તૈનાત છે અને સરહદ પર પોતાની ફરજ બજાવી દેશની સેવા કરી રહ્યા છે. બનાસકાંઠામાં આવેલ મોટા ગામના દરેક પરિવારનો એક સભ્ય સૈનિક તરીકે દેશની સેવા આપી રહ્યો છે. આ ગામે અત્યાર સુધીમાં ભારતની રક્ષા માટે ૩૦૦ જેટલા આર્મીના જવાનો અને ૧૦૦ પોલીસ જવાનો આપ્યા છે. સામાન્ય રીતે કોઈ પણ ગામમાં બાળકનો જન્મ થાય ત્યારે તે ઉચ્ચ અધિકારી કે સરકારી નોકરી મળે તેવા સપના જોતા હોય છે. પરંતુ, બનાસકાંઠાના આ નાનકડા ગામમાં બાળકનો જન્મ થાય ત્યારે તેના પરિવારજનો જ બાળકને દેશ સેવા માટે મોકલવાની તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે. નાનપણથી જ આ ગામના બાળકોમાં સૈન્યમાં જોડાવના સપનાઓ સેવાઈ રહ્યા હોય છે