બનાસકાંઠાઃ સૂર્ય ગ્રહણ બાદ અંબાજી મંદિરના દ્વાર પુનઃ ખુલ્યા - Ambaji Temple
🎬 Watch Now: Feature Video
બનાસકાંઠાઃ વર્ષો બાદ આવેલું કંકણા કૃતિ સૂર્ય ગ્રહણને લઈ અંબાજી મંદિર શનીવારે રાત્રે જ બંધ કરી દેવાયું હતું, તેમજ રવિવારે સૂર્ય ગ્રહણ હોવાથી સવારની મંગળા આરતી પણ કરાઈ ન હતી. જયારે બપોરના 3.30 કલાક સુધી મંદિરમાં દર્શનાર્થીઓ માટે દર્શન પણ બંધ રહ્યાં હતા. બપોર બાદ સૂર્ય ગ્રહણ પૂર્ણ થતા પુનઃ મંદિરના દ્વાર ખુલ્યા હતા. ત્યારે મંદિરમાં સાફ સફાઈ કરી ગંગાજળનો છંટકાવ કરી મંદિરને પવિત્ર કરાયું હતું. માતાજીની રાજભોગ આરતી પણ કરવાંમાં આવી હતી. કોરોના સંક્ર્મણને લઈ આરતીમાં કોઈપણ ભક્તને પ્રવેશ અપાયો ન હતો. અંબાજી મંદિર 4.15 કલાક સુધી જ ખુલ્લું રહે છે, પરંતુ ભક્તોની ભીડ ને લઈ દર્શનનો સમય વધારી 4.45 સુધીનો કરવામાં આવ્યો છે.