મહેસાણામાં બહુજન ક્રાંતિ મોરચા દ્વારા CAA મામલે કરાયો વિરોધ, પોલીસે કરી અટકાયત - Mehsana latest news
🎬 Watch Now: Feature Video
મહેસાણાઃ CAA અને NRC મુદ્દો આજે દેશવ્યાપી બની ગયો છે ત્યારે રાજ્યમાં આ કાયદાને ક્યાંક સમર્થન તો ક્યાંક વિરોધના વાયરા વાઈ રહ્યા છે. મહત્વનું છે કે, NRC અને CAAએ એક ભારતીય શરણાર્થી બનેલા લોકોને ભારતીય નાગરીત્વનો અધિકાર અપાવશે તો જે ઇસ્લામી દેશોમાં વસતા કોઈ પણ ધર્મના લોકો માટે ભારતીય બનવાનો માર્ગ ખોલશે ત્યારે ભારતમાં રહેલા કેટલાક સંગઠનો આ બાબતને સમર્થનો શૂર આપી રહ્યા છે તો વળી મહેસાણામાં બહુજન ક્રાંતિ મોરચા દ્વારા બુધવારે તંત્રએ પરવાનગી ન આપી હોવા છતાં રેલી યોજી બેનરો અને સુત્રોચાર સાથે CAAનો વિરોધ નોંધાવાયો છે. મહેસાણામાં બહુજન ક્રાંતિ મોરચા દ્વારા આયોજિત CAAના વિરોધ પ્રદર્શનમાં પરાવનગી ન હોવાથી પોલીએ રેલી અને પ્રદર્શન કર્તાઓને અટકાવ્યા હતા જોકે પોલીસની વાત ન માની વિરોધ કરી રહેલા મોરચાના 50થી વધુ કાર્યકર્તાની રસ્તા પરથી જ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.