વાઈબ્રન્ટ સમિટ અંતર્ગત કોન્ટ્રાકટર એસોસિએશનનો એવોર્ડ સમારંભ યોજાયો - Ahmedabad
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-3640805-thumbnail-3x2-nitin.jpg)
અમદાવાદઃ રવિવારે અમદાવાદ ખાતે વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત કોન્ટ્રાકટર એસોસિએશનનો એવોર્ડ સમારંભ યોજાયો હતો. આ એવોર્ડ સમારંભમાં કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ વાઇબ્રન્ટ સમિટમાં કોન્ટ્રાકટરો એસોસિએશનના લોકો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા અને તેમાં ટેક્નોલોજી અપગ્રેડેશન માટેની ચર્ચા કરવામાં આવી તથા નવી નવી ટેક્નોલોજી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. નવી નવી ટેક્નોલોજીને કઈ રીતે ઉપયોગમાં લેવી અને આગળ વધારવા માટે પણ કઈ રીતે ઉપયોગી થાય તેની પણ ચર્ચા કરવામાં આવી હતી. નેશનલ હાઇવેનું નવીનીકરણ થઇ રહ્યું છે, તેના અંગે પણ નીતિન પટેલે કોન્ફ્રેરન્સમાં વાતચીત કરી હતી. આમ સારા કાર્ય બદલ કેટલાક કોન્ટ્રાકટરોને એવાર્ડ પણ આપવામાં આવ્યા હતા.