મહેસાણાના વિસનગરના ઉદલપુર ગામે ચોરીનો પ્રયાસ નિષ્ફળ, વાંચો કારણ - Attempts to steal at Udalpur village of Visnagar failed
🎬 Watch Now: Feature Video
મહેસાણા: વિસનગર તાલુકાના ઉદલપુર ગામે તસ્કરોએ તરખાટ મચાવતા બરોડા ગ્રામીણ બેંકનો દરવાજો તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, સિક્યુરિટી સિસ્ટમ એકટીવ થતા તસ્કરો ખાલી હાથ પાછા ફર્યા હતા. શનિવાર વહેલી સવારે બેન્ક સંચાલકોએ વિસનગર તાલુકા પોલીસને જાણ કરી ચોરીનો પ્રયાસ કરનાર અન્ય તસ્કરો સામે જાણવા જોગ ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.