રાજકોટમાં મતદાન બુથની અંદર EVMમાં તોડફોડનો પ્રયાસ
🎬 Watch Now: Feature Video
રાજકોટઃ શહેરના વોર્ડ નં-11ની શ્રી ભીમરાવ પ્રાથમિક શાળા નં-95માં મતદાન બુથની અંદર કેટલાક અજાણ્યા શખ્સોએ પ્રાથમિક શાળાના બુથની દીવાલ કુદી અંદર પ્રવેશ કર્યો અને EVMમાં તોડફોડ કરવાનો પ્રયાસ કર્યો હતો. DCP મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું કે, કારમાં આવેલા અંદાજિત 8 થી 10 લોકોનો કેમેરામાં કેદ પણ થયા છે અને એક EVM બદલવામાં આવ્યું છે. આ ઘટનાની જાણ પોલીસને થતાં DCP મનોહરસિંહ જાડેજા સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. થોડો સમય માટે મતદાન અટવાયું હતું પણ ત્યારબાદ મતદાન ફરી ચાલુ કરાયું હતું.