ETV Bharat / state

ભાવનગરના વરતેજમાં બાળકી પીંખાઈ, 21 વર્ષીય આરોપીને પોલીસે દબોચ્યો - BHAVNAGAR CRIME

ભાવનગરના વરતેજ ગામમાં એક શખ્સે નાની બાળા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે પોલીસે ફરિયાદ બાદ ફરાર આરોપીને ઝડપી લીધો છે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 28, 2024, 10:31 AM IST

Updated : Nov 28, 2024, 1:37 PM IST

ભાવનગર : માનવતાને શર્મસાર કરતો બનાવ ભાવનગરના વરતેજ ગામમાં બન્યો છે. એક શખ્સે માસુમ બાળા સાથે દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ઝડપી લીધો છે. યુવાને દુષ્કર્મની ઘટનાને કઈ રીતે અંજામ આપ્યો તેને લઈને પણ પોલીસે ખુલાસો કર્યો છે.

વરતેજમાં બાળકી સાથે દુષ્કર્મનો બનાવ : DySP આર. આર. સીંઘાલે જણાવ્યું કે, વરતેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક દુષ્કર્મની ફરિયાદ દાખલ થયેલ છે. જેમાં હકીકત એવી છે કે ભોગ બનનાર અને આરોપી એક જ વિસ્તારમાં સાથે રહેતા હોય બપોરના સમયે આરોપી દ્વારા ભોગ બનનારને ચોકલેટની લાલચ આપી પોતાના ઘરે રમવા માટે બોલાવેલ અને ત્યારબાદ આ દુષ્કર્મ કરવામાં આવેલ.

વરતેજમાં બાળકી પીંખાઈ, 21 વર્ષીય આરોપીને પોલીસે દબોચ્યો (ETV Bharat Gujarat)

ચોકલેટની લાલચ આપી આચર્યું દુષ્કર્મ : આ અનુસંધાને પોલીસ દ્વારા ભોગ બનનારની માતાનું નિવેદન લઈને ફરિયાદ દાખલ કરવામાં આવેલી, ભોગ બનનારનું મેડિકલ કરવામાં આવેલું. ત્યારબાદ આરોપીને ઝડપવા માટે પોલીસ અધિક્ષકની સૂચના મુજબ જુદી જુદી ટીમ બનાવી અને આરોપીને અટક કરી લીધો છે. આરોપીને જુદા જુદા મુદ્દાઓ અનુસંધાને નામદાર કોર્ટમાં રજૂ કરી અને રીમાન્ડની માંગણી કરવામાં આવશે, તેમજ આરોપીની મેડિકલ તપાસ કર્યા બાદ આ તપાસ ગતિમાન કરવામાં આવશે.

21 વર્ષ આરોપી ઝડપાયો : DySP આર. આર. સીંઘાલે જણાવ્યું કે, આરોપીની ઉંમર જે છે તે 21 વર્ષની છે અને તે જુદી જુદી જગ્યાએ મજૂરી કરવા જાય છે. ભોગ બનનાર અને આરોપી બંને નજીકમાં જ રહે છે અને બપોરના સમયે એણે એકલતાનો લાભ લઈ અને આ દુષ્કર્મ કરેલાનું તપાસમાં ખુલેલ છે. આરોપીને પોકસો હેઠળ એને બુક કરવામાં આવેલ છે અને જેની તપાસ PSI કુરેશી હાલમાં કરી રહેલા છે.

  1. ભાવનગર વેવિશાળ પ્રસંગમાં હત્યા: કોર્ટે ત્રણ શખ્સોને સજા ફટકારી
  2. અમરેલીના રાજુલા નજીક અકસ્માત, ટ્રકની ટક્કરે બે વ્યક્તિના મોત

Last Updated : Nov 28, 2024, 1:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.