તમિલનાડુ: રણજી ટ્રોફીના બીજા તબક્કામાં તમિલનાડુના યુવા બેટ્સમેન આન્દ્રે સિદ્ધાર્થે શાનદાર ઇનિંગ રમી ક્રિકેટ જગતમાં ચર્ચાનો વિષય બની ગયો છે. તમિલનાડુના સેલમ ક્રિકેટ ફાઉન્ડેશન સ્ટેડિયમમાં ચંડીગઢ અને તમિલનાડુની ટીમ વચ્ચે ગઇકાલ એટલે કે 23 જાન્યુઆરીના રોજ જે મેચ રમાઈ હતી તેમાં તમિલનાડુની ટીમ મુશ્કેલીમાં હતી, ત્યારે આ જમણા હાથના બેટ્સમેને ટીમને 301 રન સુધી પહોંચાડી.
HUNDRED FOR 18-YEAR-OLD ANDRE SIDDHARTH...!!!!
— Johns. (@CricCrazyJohns) January 23, 2025
- The future of Tamil Nadu is here, the journey has started in Ranji Trophy, he will be playing for CSK in IPL 2025 🔥
Completed Hundred with 4,4,4 by the Young Talent. pic.twitter.com/k4Ssao7XZe
આન્દ્રે સિદ્ધાર્થ આ નામ યાદ રાખવા જેવુ છે કારણ કે, તે ભવિષ્યનો અદભૂત ખેલાડી બનવાની ક્ષમતા ધરાવે છે. હા, ચેન્નાઈ સુપર કિંગ્સે આ 18 વર્ષના ખેલાડી પર દાવ લગાવ્યો છે અને હવે આ ખેલાડીએ પોતાની પ્રતિભા સાબિત કરી છે. રણજી ટ્રોફી મેચમાં ચંદીગઢ સામે આન્દ્રે સિદ્ધાર્થે 3 છગ્ગા અને 10 ચોગ્ગાની મદદથી 106 રનની શાનદાર ઇનિંગ રમી. સિદ્ધાર્થની આ સદી ખાસ છે કારણ કે, તેણે આ ઇનિંગ એવા સમયે રમી હતી જ્યારે તેની ટીમ મોટી મુશ્કેલીમાં હતી.
💥 A spectacular century from Andre Siddarth in the first innings of the Ranji Trophy game against Chandigarh! 🏏#TNvUTCA #TamilNaduCricket #TNCA #TNCricket pic.twitter.com/4FmWla1OAh
— TNCA (@TNCACricket) January 23, 2025
આન્દ્રે સિદ્ધાર્થનું અદ્ભુત પ્રદર્શન:
જગદીશન અને વિજય શંકર જેવા ખેલાડીઓના આઉટ થયા પછી, ચેન્નાઈની ટીમે 126 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી આન્દ્રે સિદ્ધાર્થ ક્રીઝ પર આવ્યો અને મુક્ત બેટિંગ કરતી વખતે તેણે ચંદીગઢના બોલરોને કઠિન સમય આપ્યો. આન્દ્રે સિદ્ધાર્થે કુલ આક્રમણની રણનીતિ અપનાવીને પોતાની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીની પહેલી સદી ફટકારી. સિદ્ધાર્થની આ ઇનિંગને કારણે તમિલનાડુનો સ્કોર 300 રનથી વધુ પહોંચી શક્યો.
Century for Andre Sidhartha in Ranji Trophy!
— अनुज यादव 🇮🇳 (@Hello_anuj) January 23, 2025
He will be playing for CSK this year.
On the other hand our international players aren’t crossing double digits, why they don’t accept that they have finished ✅ #ranjitrophy2025 pic.twitter.com/4WEErsPUXR
IPLમાં આ વખતે CSK તરફથી રમશે:
આન્દ્રે સિદ્ધાર્થે આ સિઝનમાં ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું હતું અને તેણે 95.6 ની સરેરાશથી 478 રન બનાવ્યા છે. સિદ્ધાર્થે તેની દરેક ઇનિંગમાં અદ્ભુત યોગદાન આપ્યું છે. તેણે છેલ્લી 7 ઇનિંગ્સમાં 4 અડધી સદી અને એક સદી ફટકારી છે. એક વાર તે આસામ સામે સદી પણ ચૂકી ગયો હતો. આ ખેલાડી 94 રન બનાવીને આઉટ થયો હતો. આન્દ્રે સિદ્ધાર્થ ગયા વર્ષે ડિસેમ્બરમાં અંડર 19 એશિયા કપમાં પણ રમ્યો હતો જ્યાં તે કોઈ મોટી ઇનિંગ રમી શક્યો ન હતો પરંતુ તેમ છતાં, ચેન્નાઈ સુપર કિંગ્સે IPL હરાજીમાં તેના પર બોલી લગાવી હતી. આ ખેલાડી 30 લાખ રૂપિયાના બેઝ પ્રાઈસ પર વેચાયો હતો.
સિદ્ધાર્થ તમિલનાડુના ભૂતપૂર્વ બેટ્સમેન શ્રીધરન શરથનો ભત્રીજો છે. શરથે તમિલનાડુ માટે ૧૩૯ ફર્સ્ટ ક્લાસ મેચ રમી, જેમાં તેમના બેટે 51.17 ની સરેરાશથી 8700 રન બનાવ્યા. શરતના નામે 27 ફર્સ્ટ ક્લાસ સદી હતી.
આ પણ વાંચો: