હૈદરાબાદ: સિંગાપોરના રિસોર્ટ્સ વર્લ્ડ સેન્ટોસા ખાતે આયોજિત વિશ્વ ચેસ ચેમ્પિયનશિપમાં આગામી વિશ્વ ચેસ ચેમ્પિયનની પસંદગી કરવામાં આવશે. આ ટુર્નામેન્ટમાં વર્તમાન વિશ્વ ચેસ ચેમ્પિયન ચીનના ડીંગ લિરેનને હરાવીને ભારતીય ગ્રાન્ડમાસ્ટર ડી. ગુકેશે શાનદાર પુનરાગમન કર્યું છે. તમિલનાડુના આ ખેલાડીએ ત્રીજા રાઉન્ડમાં લિરેનને હરાવ્યો હતો.
ડી. ગુકેશે ચીનના ચેમ્પિયનને હરાવ્યો:
ગુકેશ અને લિરેન વચ્ચેના બે રાઉન્ડમાં ચીનનો ડીંગ લિરેને પ્રથમ રાઉન્ડમાં જીત મેળવી હતી. બીજા રાઉન્ડની મેચ ડ્રોમાં સમાપ્ત થઈ. આ રીતે આજે ત્રીજા રાઉન્ડની મેચ યોજાઈ હતી, જે ગુકેશે જીતી હતી. તમને જણાવી દઈએ કે, વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપની ફાઇનલમાં આ તેની પ્રથમ જીત છે. આ સમગ્ર શ્રેણી 13 રમતોની છે, જેમાંથી 11 રમતો બાકી છે.
The moment when @DGukesh won against Ding Liren in Game 3 of the World Chess Championship match! #DingGukesh #WorldChessChampionship2024 pic.twitter.com/egdqmFpoqG
— ChessBase India (@ChessbaseIndia) November 27, 2024
આ ગેમમાં ગુકેશ 37મી ચાલમાં જીત્યો હતો.
ચીનના ડીંગ લિરેન અને તમિલનાડુના ડી. ગુકેશ 1.5-1.5 પોઈન્ટ સાથે બરાબરી પર છે. હજુ 11 રાઉન્ડની મેચો બાકી છે. 7.5 પોઈન્ટ સુધી પહોંચનાર પ્રથમ વ્યક્તિને આગામી વિશ્વ ચેસ ચેમ્પિયન જાહેર કરવામાં આવશે.
આ પહેલા ભારતના વિશ્વનાથન આનંદે વર્લ્ડ ચેસ ચેમ્પિયનનો ખિતાબ જીત્યો હતો. આ પછી, આશા છે કે, 18 વર્ષીય યુવા ખેલાડી આ રેકોર્ડ બનાવશે. જો ગુકેશ આ સફળતા મેળવશે તો તેને સૌથી યુવા વિશ્વ ચેસ ચેમ્પિયન બનવાનું ગૌરવ પણ મળશે.
Judit Polgar: " gukesh has to win! if he wants to become a world champion he has to win this game"#DingGukesh pic.twitter.com/9LdRnVsCxA
— chess24 (@chess24com) November 27, 2024
તે જ સમયે, ચેસના 138 વર્ષના ઈતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે એશિયન દેશોના બે ખેલાડીઓએ વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ સિરીઝની ફાઈનલમાં ભાગ લીધો છે. ચેમ્પિયનને ભારતીય નાણાં અનુસાર લગભગ 18 કરોડ અને 80 લાખ રૂપિયાની ઈનામી રકમ આપવામાં આવે છે.
તમિલનાડુના ખેલાડી ડી. ગુકેશ તાજેતરમાં કેનેડાના ટોરોન્ટોમાં યોજાયેલી કેન્ડીડેટ્સ ચેસ ચેમ્પિયનશીપમાં પ્રથમ સ્થાન મેળવીને વર્લ્ડ ચેસ ચેમ્પિયનશીપની ફાઈનલ માટે ક્વોલિફાય થયો છે. હવે તેમની પાસે ઇતિહાસ રચવાની તક છે.
આ પણ વાંચો: