ડાંગ દરબાર મેળામાં સખી મંડળો દ્વારા કરાયેલા સ્ટૉલ આકર્ષણનું કેન્દ્ર બન્યા - Dang Durbar Fair
🎬 Watch Now: Feature Video
ડાંગઃ જિલ્લાના મુખ્યમથક આહવા ખાતે રાજવીઓનાં માન સન્માનમાં હોળી પહેલાં યોજતાં ડાંગ દરબાર મેળામાં આદિવાસી સંસ્કૃતિની કલાકૃતિઓ સહિત ડાંગનાં મુખ્ય ખોરાક નાગલીની બનાવટોએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. નોંધનીય છે કે, વન વિભાગના પ્રયાસો થકી વન પેદાશોમાંથી વિવિધ ચીજ વસ્તુઓ બનાવવામાં આવે છે. ડાંગી મહિલાઓને રોજગારી મળી રહે તે હેતુથી વન વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારની મહિલાઓનાં સખી મંડળો બનાવી તેમને મશરૂમ, મૂસળી વગેરેને બિયારણો પુરા પાડવામાં આવે છે. જેમાંથી આ મહિલાઓ મુશરૂમનો સૂપ, મહુડાનો આઇસ્ક્રીમ, વાંસની બનાવટો, નાગલીની વિવિધ બનાવટો જેમકે પાપડ, બિસ્કીટ વગેરે બનાવે છે. વન વિભાગ દ્વારા મહિલાઓને ફાળવવામાં આવેલ સ્ટોલથી આ મહિલાઓ ઘરઆંગણે રોજગારી મેળવતી રહે છે.