સુરત એરપોર્ટ પર ફ્લાઇટના મેમ્બર અને યાત્રીઓએ ગિટારના તાલે ગરબાની ઉજવણી કરી - ગરબા
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-9243560-thumbnail-3x2-airport-7200931.jpg)
સુરતઃ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઈન્ડિગો એરલાઇન્સની ટીમ દ્વારા નવરાત્રિ પર્વનું અનોખું આયોજન કરાયું હતું. કોરોનાને લઈને હાલમાં નવરાત્રિ પર્વની જાહેર ઉજવણી પર પ્રતિબંધ છે ત્યારે આજરોજ સુરત એરપોર્ટ પર ફ્લાઇટના મેમ્બર અને યાત્રીઓએ ગિટારના તાલે ગરબાની ઉજવણી કરી હતી. ઇતિહાસમાં પ્રથમવાર ગુજરાતમાં લોકો ગરબા કરી રહ્યાં નથી, પરંતુ લોકો ગરબાનો અનુભવ કરી શકે તે માટે સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે ઈન્ડિગો એરલાઇન્સના ક્રૂ મેમ્બર્સ અને યાત્રીઓ દ્વારા ખાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગિટાર ધૂનના આ ગરબામાંં નાની બાળકી ગરબા રમતાં જોવા મળી હતી.