માંગરોળ પોલીસ મથકના ASIને કોરોના પોઝિટિવ, સમગ્ર પોલીસ સ્ટેશન સેનેટાઈઝ કરાયું - માંગરોળ પોલીસ મથકના ASI પોઝિટિવ
🎬 Watch Now: Feature Video
જૂનાગઢઃ માંગરોળ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક એ.એસ.આઈના માંગરોળ CHC દ્વારા બે દિવસ સેમ્પલ લેવામા આવ્યા હતાં. જેનો રીપોર્ટ પોઝિટિવ આવતા પોલીસ બેડામા ચિંતા ફેલાઇ છે. આજે માંગરોળ પોલીસ સ્ટેશનને સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું. હજુ ગઈ કાલે જ શીલ ગામે 25 વર્ષીય યુવાનને કોરોના પોઝિટિવ આવ્યો હતો. ત્યારે આજે ફરી યુવાન એ.એસ.આઈ.ને પોઝિટિવ આવતા માંગરોળમાં અરેરાટી ફેલાઈ છે. હાલ કોરોના મહામારીમાં માંગરોળ શહેરમાં પોઝિટિવ કેસનો દિન પ્રતિદિન વધારો થતો હોવાથી શહેરની પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે. જેથી આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સાવચેત રહેવા અને માસ્ક પહેરવા અને લોકોમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરાઈ છે.