હૈદરાબાદ: દેશમાં રાષ્ટ્રીય રજાઓ પર તમામ બેંકો બંધ રહે છે. પરંતુ પ્રાદેશિક રજાઓ ચોક્કસ રાજ્ય અથવા પ્રદેશ સાથે સંબંધિત છે, એટલે કે, આ દિવસોમાં ફક્ત સંબંધિત રાજ્ય અથવા પ્રદેશની બેંકો બંધ રહે છે.
જો તમારી પાસે બેંક સંબંધિત કોઈ કામ છે, તો તેને ઝડપથી પૂર્ણ કરો, કારણ કે બેંકો 3 થી 16 ફેબ્રુઆરી વચ્ચે ઘણા દિવસોમાં બેન્ક બંધ રહેવાની છે. બીજા અને ચોથા શનિવાર ઉપરાંત, તેમાં સાપ્તાહિક રજા રવિવારનો પણ સમાવેશ થાય છે. તે જ સમયે, બેંક સતત બંધ રહેવાને કારણે, ચેકબુક, પાસ બુક સિવાય બેંકિંગ સંબંધિત ઘણા કામો પર અસર થઈ શકે છે, જો કે રાહતના સમાચાર એ છે કે આ સમયગાળા દરમિયાન ઑનલાઇન સેવાઓ ચાલુ રહેશે.
તમને જણાવી દઈએ કે, ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા દર મહિને જાહેર કરવામાં આવતી બેંક રજાઓની યાદીમાં રાષ્ટ્રીય અને પ્રાદેશિક બંને રજાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમાં, તમામ બેંકો રાષ્ટ્રીય રજાઓ પર બંધ રહે છે, જ્યારે પ્રાદેશિક રજાઓ ચોક્કસ રાજ્ય અથવા પ્રદેશ સાથે સંબંધિત છે, તેથી આ દિવસોમાં ફક્ત સંબંધિત રાજ્ય અથવા પ્રદેશની બેંકો બંધ રહે છે. નોંધનીય છે કે, એક રાજ્યમાં કોઈપણ દિવસે બેંક રજાનો અર્થ એ નથી કે બીજા રાજ્યમાં પણ રજા હશે.
ફેબ્રુઆરી દરમિયાન બેંકો ક્યારે બંધ રહેશે:
- 3 ફેબ્રુઆરી: સરસ્વતી પૂજાના અવસર પર ત્રિપુરા (અગરતલા)માં બેંકો બંધ રહેશે.
- 8 ફેબ્રુઆરી: મહિનાના બીજા શનિવારે દેશભરમાં બેંકો બંધ રહેશે.
- 9 ફેબ્રુઆરી: રવિવારે દેશભરમાં બેંકો બંધ રહેશે.
- 11 ફેબ્રુઆરી: તમિલનાડુ (ચેન્નઈ)માં થાઈ પૂસમના અવસર પર બેંકો બંધ રહેશે.
- 12 ફેબ્રુઆરીઃ હિમાચલ પ્રદેશ (શિમલા)માં ગુરુ રવિદાસના જન્મદિવસ નિમિત્તે બેંકો બંધ રહેશે.
- 15 ફેબ્રુઆરી: મણિપુર (ઈમ્ફાલ)માં લુઈ-નગાઈ-ની નિમિત્તે બેંકો બંધ રહેશે.
- 16 ફેબ્રુઆરી: રવિવારે દેશભરમાં બેંકો બંધ રહેશે.
- 19 ફેબ્રુઆરી: છત્રપતિ શિવાજી મહારાજ જયંતિના અવસર પર મહારાષ્ટ્રના મુંબઈ, બેલાપુર, નાગપુરમાં બેંકમાં રજા રહેશે.
- 22 ફેબ્રુઆરી: મહિનાના ચોથા શનિવારે દેશભરમાં બેંકો બંધ રહેશે.
- 26 ફેબ્રુઆરી: મહાશિવરાત્રીના અવસર નિમિત્તે મોટા ભાગના દેશના બેંકો બંધ રહેશે.
- 28 ફેબ્રુઆરી: લોસારના પર્વ નિમિત્તે સિક્કિમના ગંગટોકમાં બેંકો બંધ રહેશે.
ગુજરાતમાં રજા ક્યારે ? જ્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આ મહિનામાં માત્ર 26 ફેબ્રુઆરી એ મહાશિવરાત્રીના અવસર નિમિત્તે બેન્કોમાં રાજા આપવામાં આવશે. જો તમે અન્ય કઈ કઈ રજાઓ છે તે જાણવા માંગો છો તો RBI ની સત્તાવાર વેબસાઇટ પર જઈને જોઈ શકો છો.
ઓનલાઈન સેવાઓનો લાભ લઈ શકે છે
બેંક રજાઓ દરમિયાન ગ્રાહકો ઓનલાઈન સેવાઓનો ઉપયોગ કરી શકે છે. રજાના દિવસોમાં પણ UPI, ઈન્ટરનેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ જેવી ડિજિટલ સેવાઓ પર કોઈ અસર જોવા મળી નથી.
નેટ બેંકિંગ: રજાઓ દરમિયાન, તમે બેંકની વેબસાઇટ અથવા મોબાઇલ એપ્લિકેશનની મદદથી નેટ બેંકિંગનો ઉપયોગ કરી શકો છો. એટલું જ નહીં, તેમાં બિલ ભરવા, મની ટ્રાન્સફર અને બેલેન્સ ચેક કરવાની સુવિધા ઉપલબ્ધ છે.
યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ: UPI એ નાણાં ટ્રાન્સફર કરવાની એક સુરક્ષિત રીત છે. તમારે ફક્ત UPI એપ્સનો ઉપયોગ કરવો પડશે જેમ કે PhonePe, Paytm, Google Pay વગેરે.
મોબાઈલ બેંકિંગ: સ્માર્ટફોન પર બેંકની મોબાઈલ એપની મદદથી તમે અનેક પ્રકારની સેવાઓનો લાભ લઈ શકો છો. જેમાં મોબાઈલ રિચાર્જ, યુટિલિટી બિલ પેમેન્ટ અને ફંડ ટ્રાન્સફર વગેરેનો સમાવેશ થાય છે.
એટીએમનો ઉપયોગ: પૈસા ઉપાડવા, મિની સ્ટેટમેન્ટ મેળવવા અને બેલેન્સ ચેક કરવા માટે એટીએમ સુવિધા હંમેશા ઉપલબ્ધ છે. તમે એટીએમમાં કાર્ડલેસ રોકડ ઉપાડની સુવિધા પણ મેળવી શકો છો.
આ પણ વાંચો: