કડીમાં રાંધણગેસ લાઈન બંધ હોવાથી ગૃહિણીઓ પરેશાન - કડીમાં ગેસ પુરવઠો બંધ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6133540-thumbnail-3x2-ihf.jpg)
મહેસાણા : કડીમાં સાબરમતી ગેસની પાઇપલાઇનનું કામ ચાલુ હોવાથી ગેસ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. જેથી રાંધણ ગેસ ન મળતા ગૃહિણીઓને ભારે હાલાકીનો સામનો કરવા પડયો હતો. ત્યારે આવા સંજોગોમાં લોકોને એક દિવસનો ઉપવાસ કરીને બે ટાઇમનું ભોજન હોટલોમાં ખાઈ સમય વિતાવવો પડ્યો હતો. જો કે, અણધાર્યું સમારકામ આરંભી દેતા સાબરમતી ગેસ એજન્સી સામે મહિલાઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો.