અરવલ્લીમાં સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિતે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ ની ઉજવણી - Arvalli celebrates 'National Unity Day'
🎬 Watch Now: Feature Video

અરવલ્લીઃ જિલ્લાના વડા મથક મોડાસા ખાતે ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિતે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ ની ઉજવણીનો કાર્યક્રમ ઓધારી તળાવ ખાતે ગુજરાત રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા નિગમના ચેરમેન રાજેશભાઈ પાઠકના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો. જેમાં સરદાર પટેલની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી મેરેથોન દોડની લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ દોડમાં ગુજરાત રાજ્ય અન્ન અને નાગરિક પુરવઠા નિગમના અધ્યક્ષની સાથે અરવલ્લી જિલ્લા કલેકટર અમૃતેષ ઔરંગાબાદકર, જિલ્લા વિકાસ અધિકારી ધામનીયા, નાયબ વન સંરક્ષક, બાયડ માલપુરના ધારાસભ્ય જશુભાઇ પટેલ, APMCના ચેરમેન શામળભાઇ પટેલ, મોડાસા પ્રાંત અધિકારી, પોલીસ વિભાગના જવાનો, નાગરિકો, શાળાના બાળકો, અધિકારી, અને કર્મચારીઓ સહિત જોડાયા હતા. ઓધારી તળાવથી મોડાસા કે એન.શાહ હાઇસ્કુલ ખાતે પહોંચી રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું.