વડોદરા સહિતના તાલુકામાં 144 કલમ લાગુ કરાઈ - વડોદરા ન્યૂઝ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6487693-thumbnail-3x2-vdr.jpg)
વડોદરાઃ રાજકોટ, સુરત, અમદાવાદ બાદ વડોદરામાં કોરોનાના બે કેસો પોઝિટિવ આવતાં તંત્ર સજ્જ બન્યું હતું. વડોદરા જિલ્લામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. સાથે નગરજનોને બિન જરૂરી ઘરની બહાર નહીં નીકળવા સૂચના જાહેર કરી છે. આ ઉપરાંત તારીખ 20 માર્ચથી 29 માર્ચ સુધી મોલ, મલ્ટીપ્લેક્સ, બાગ-બગીચાઓ, જીમ, સ્વિમિંગ પુલ સહિતના સ્થળો બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, ત્યારે શહેર પોલીસ કમિશ્નર અનુપસિંહ ગેહલોતે પણ કોરોના વાઇરસને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે બેઠક કરી હતી, ત્યારબાદ પત્રકારોને જણાવ્યું હતું કે કલમ 144 લાગુ કરવામાં આવી છે. આ કાયદાનો વડોદરા વાસીઓ કડક અમલ કરે તે જરૂરી છે. મહામારીને ડામવા માટેનો એકમાત્ર વિકલ્પ લોકો ઘરમાં રહે. બિનજરૂરી ઘરની બહાર નીકળવું નહીં. શહેર પોલીસ તંત્ર દ્વારા પણ તમામ પોલીસ સ્ટેશનોમાં સાફ-સફાઈ કરવાની શરૂઆત કરવામાં આવી છે. રવિવારે જનતા કર્ફ્યુમાં શહેરીજનો સાથ સહકાર આપે તેવી પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે નગરજનોને અપીલ કરી હતી.