વડોદરા: પાણીગેટ પોલીસ સ્ટેશનમાંથી આરોપી થયો ફરાર, ગણતરીની કલાકોમાં પોલીસે કરી ધરપકડ - ફરાર
🎬 Watch Now: Feature Video

વડોદરા: પાણીગેટ પોલીસ સ્ટેશનમાંથી અછોડા તોડ આરોપી ફરાર થયો હતો. જેને પોલીસે ઝડપી પાડ્યો છે. મળતી માહિતી મુજબ, પોલીસ દ્વારા આરોપી અજય વસાવાના ચહેરાનું નિશાન લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન આરોપી બાથરૂમ જવાનું કહી ફરાર થઈ ગયો હતો. જેથી પોલીસ બેડામાં ખળભળાટ મચી હતી. આ ફરાર આરોપીની ધરપકડ કરવા પોલીસે 4 ટીમ બનાવીને નાકા બંધી કરી હતી. આ દરમિયાન અછોડા તોડ આરોપી અજય વસાવાની સરદાર એસ્ટેટ પાસેથી ધરપકડ કરવામાં આવી છે.