અરવલ્લીના ખેડૂતો ઓર્ગેનિક ખેતી કરી મેળવી રહ્યા છે મબલખ કમાણી
🎬 Watch Now: Feature Video
અરવલ્લીઃ રસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓનો ઉપયોગ કરી ઉગાડવામાં આવેલા ખાદ્ય પદાર્થોના સેવનથી લોકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. જેથી કેન્દ્ર સરકાર ખેતીમાં ઉપયોગમાં લેવાતી 27 જેટલી જંતુનાશક દવાઓ પર પ્રતિબંધ મૂકવાનું વિચારી રહી છે. અરવલ્લી જિલ્લામાં આવેલા ગઢડા કંપાના ખેડૂતો વર્ષોથી ઋતુ પ્રમાણે વિવિધ જાતની શાકભાજી પકવે છે અને ખાસ વાત એ છે કે, લોકોમાં જાગૃતિ આવવાથી જૈવિક ખેતીની પદ્ધતિ વડે ઉત્પાદિત થયેલા શાકભાજીની માંગ વધી રહી છે. આ ખેડૂતો ઉત્પાદનનું પેકિંગ કરી ગ્રાહકના ઘર સુધી પહોંચાડે છે.