દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા અરવલ્લીના પોલીસ કોન્સ્ટેબલ મહેશ ગઢવીને કરાયા સસ્પેન્ડ - Damucha near Dahegam

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 20, 2020, 2:25 PM IST

અરવલ્લીઃ દહેગામ નજીકથી ત્રણ મહિના પૂર્વે ગાંધીનગર LCB પી.એસ.આઈ ઝાલાએ એક ટ્રાવેરામાંથી 1 લાખ રૂપિયાના વિદેશી દારૂ સાથે ત્રણ આરોપીઓને ઝડપ્યા હતા. આ સમયે બુટલેગરોએ LCB પોલીસને ગઢવી સાહેબ સાથે ફોન પર વાત કરવાનું કહ્યુ હતું. આ સંભળતા જ PSI ઝાલા ચોકી ઉઠ્યા હતા. ત્યારબાદ બુટલેગરો સાથે કોન્સ્ટેબલ ગઢવી વિરૂદ્વ પણ નામ જોગ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ આ ગઢવી કોણ છે અને ક્યાં ફરજ બજાવે છે તેની સ્ટેટ મોનિટરીંગ સેલના DySP જ્યોતિ પટેલને સોંપવામાં આવી હતી. તેમની તપાસમાં આ કોન્સ્ટેબલ મહેશ ગઢવી હોવાનું બહાર આવ્યુ હતું. રેન્જ આઈ જી અભય ચુડાસમાએ પોલીસ કોન્સ્ટેબલ મહેશ ગઢવીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ તે સસ્પેન્ડ ઓર્ડર ન સ્વીકારવો પડે તે માટે પોલીસ કોન્સ્ટેબલ બે દિવસથી ફરજ પર આવતા ન હતા. જિલ્લા પોલીસતંત્રે દ્વારા સસ્પેન્ડ ઓર્ડર તેના ઘરે પહોંચાડવા માટે તજવીજ હાથધરી હતી.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.