કોંગ્રેસ દ્રારા ધરણાં યોજી કૃષિ સુધારાણા બિલનો વિરોધ કરાયો - agricultural reform bill
🎬 Watch Now: Feature Video
અરવલ્લી: જિલ્લાના મોડાસામાં કોંગ્રેસ દ્વારા નગરના ચાર રસ્તા ઉપર કૃષિ સુધારણા કાયદાઓના વિરોધમાં ધરણાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસના પ્રમુખ તેમજ કોગ્રેસના કાર્યકરો દ્વારા ટાઉનહોલ ચાર રસ્તા પર બેસી ધરણાં યોજી સરકાર વિરૂદ્વ સુત્રોચ્ચાર કર્યા હતા. જેમાં કોંગ્રેસે કૃષિ સુધારણા બિલને ખેડુત વિરૂદ્ધ ગણાવ્યુ હતું. જોકે, થોડીવારમાં પોલીસે જિલ્લા પ્રમુખ સહિત 48 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી. ત્યારબાદ કાર્યકરોએ પોલીસ સ્ટેશનમાં પણ સુત્રોચ્ચાર કર્યા હતા. આ પુર્વે જિલ્લા કોંગ્રેસ દ્વારા ગાંધી જયંતી નિમિતે મહાત્મા ગાંધીને શ્રદ્વાંજલિ અર્પણ કરી હતી.