અરવલ્લી ભાજપના કાર્યકર્તાઓ પેટા ચૂંટણીઓમાં જીતનો જશ્ન મનાવ્યો - બાયડના તાજા સમાચાર
🎬 Watch Now: Feature Video
અરવલ્લી: ગુજરાતમાં યોજવામાં આવેલી પેટા ચૂંટણીઓમાં ભાજપે સપાટો બોલાવતા નેતાઓ અને કાર્યકર્તાઓમાં ખૂશી છવાઈ છે. અરવલ્લી જિલ્લામાં ભાજપના કાર્યકર્તાઓએ જશ્ન મનાવ્યો હતો. જેમાં બાયડમાં 3 રસ્તા નજીક કોઠી પ્રગટાવી અને ઢોલ નગારા સાથે જીતની ખુશીની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બાયડના પૂર્વ ધારાસભ્ય ધવલ સિંહ ઝાલા અને અન્ય નેતાઓ તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.