વલસાડ જિલ્લામાં LRD ભરતી અંગે મહિલા ઉમેદવારો દ્વારા કલેકટરને આવેદન - ગુજરાત
🎬 Watch Now: Feature Video
વલસાડઃ જિલ્લામાંથી LRD મહિલા ઉમેદવારોની પસંદગી થઈ ગઈ હોવા છતાં આજદિન સુધી ભરતી ના કરવામાં આવતા મહિલા ઉમેદવારોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. છેલ્લા ઘણા સમયથી LRDમાં બહેનોની ભરતીને લઈ વિવાદ ચાલી રહ્યો છે તો આ વિવાદને લઈ ગાંધીનગર ખાતે 72 દિવસનું આંદોલન પણ કરવામાં આવ્યા હતું. સરકારે આ 72 દિવસના આંદોલનને આશ્વાસન આપી શાંત પાડ્યું હતું. પરંતુ સરકાર દ્રારા આશ્વાસન અપાયા બાદ કોઈ પણ પ્રકારના પગલાંઓ તથા LRDમાં બહેનોની ભરતી ન કરતા ગુરુવારના રોજ બહેનો દ્વારા વલસાડ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી સરકાર પાસે માગ કરી હતી કે, એમને LRDમાં ભરતી કરવામાં આવે જો સરકાર દ્વારા માગ ન પુરી કરવામાં આવે તો આગામી દિવસોમાં ફરી આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી.