કોરોનાને લઈને અહેમદ પટેલની લોકોને મદદ કરવા અપીલ કરી - કોરોના વાઇરસ
🎬 Watch Now: Feature Video
અમદાવાદ : વિશ્વભરમાં ચાલી રહેલા કોરોનાને લઈને સમગ્ર વિશ્વ એક થયું છે અને તમામ લોકો કોરોના સામે લડી રહ્યા છે. ભારતમાં પણ તમામ પક્ષના નેતાઓ એક થયા છે અને લોકોને આ મહામારી માટે અપીલ કરી છે, ત્યારે કોંગ્રેસના સાંસદ અને ખજાનચી અહેમદ પટેલે પણ લોકોને અપીલ કરી છે. આ તકે અહેમદ પટેલે જણાવ્યું હતું કે વૈશ્વિક મહામારી કોરોનામાં સેવા આપતા ડોક્ટર, નર્સિંસ, પેરામેડીકલ સ્ટાફ, ઈમરજન્સી સેવા આપતા ફાયર, પોલીસ, સફાઈ કર્મચારીઓ અભિનંદનને પાત્ર છે. આપણે તેમની સેવાને સન્માન સાથે મદદ કરતા બનીએ. ગુજરાતનાં નાગરિકોને સાવચેત અને સતર્ક બની આ કોરોના સામેની લડાઈ જીતવા માટેતમામ પક્ષ, જાતિ, કોમ બધુ જ ભૂલી ભારતીય તરીકે એક જુથ થવા અને ખેત મજૂર, શ્રમિક રોજનું રોજ લઇ આવી ખાનારા પરિવારને મદદ કરવા માટે અપીલ કરી હતી.