પરપ્રાંતીયોની વધુ એક ટ્રેન અંકલેશ્વરથી વારાણસી માટે રવાના... - અંકલેશ્વરથી શ્રમિકો માટે ટ્રેન
🎬 Watch Now: Feature Video
ભરૂચ: લોકડાઉનમાં છૂટછાટ મળતાં પરપ્રાંતીયો પોતાના જવા રવાના થઇ રહ્યા છે, ત્યારે ભરૂચ વહીવટી તંત્ર દ્વારા બુધવારે વધુ એક ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી હતી. અંકલેશ્વર રેલવે સ્ટેશનથી એક વિશેષ ટ્રેન ઉત્તર પ્રદેશના વારાણસી રવાના કરવામાં આવી હતી. જેમાં 1,566 જેટલા પરપ્રાંતીયોએ પોતાના વતન તરફ પ્રસ્થાન કર્યું હતું. તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા શ્રમિકોનું સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ટ્રેનમાં બેસાડી તમામને રવાના કરવામાં આવ્યા હતા. આ પૂર્વે શ્રમિકો સનાતન ઇન્ટરનેશનલ એકેડમી ખાતે એકઠા થયાં હતા, જ્યાંથી જય શ્રી અંબે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પરપ્રાંતીયોની દસ્તાવેજી સહિતની કામગીરી કરવામાં આવી હતી અને ત્યારબાદ તમામ શ્રમિકોને બસ મારફતે રેલવે સ્ટેશન સુધી લઇ જવામાં આવ્યાં હતા.