અમદાવાદના અંજલી ચાર રસ્તા પાસે બેન્ક ઓફ ઈન્ડિયા બહાર લાગી લાઈન
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: અમદાવાદમાં લોકડાઉન છે. કોરોના વાઇરસ ન ફેલાય તે માટે સોશિયલ ડિસ્ટન્સ જાળવવાના સરકારના આદેશ છે. તો એક તરફ બેંકોને પણ ચાલુ રાખવામાં આવી છે, ત્યારે શહેરના અંજલી ચાર રસ્તા ખાતે આવેલી બેંક ઓફ ઇન્ડિયાની બહાર સવારથી કેટલાક નાગરિકોએ લાઇન લગાવી હતી. આ નાગરિકોના બાળકો સરકારી શાળામાં અભ્યાસ કરતા હતા અને તેમના ખાતા બેંક ઓફ ઇન્ડિયામાં હતા. જેમાં સ્કોલરશીપ આવતા, નાગરિકો પૈસા ઉપાડવા માટે બેન્ક ઓફ ઇન્ડિયાની બહાર ઉભા હતા, પરંતુ સરકારના આદેશથી વિપરીત તેમની લાઈનમાં સોશિયલ ડિસ્ટન્સ જણાતું ન હતું. તો અહીં કોરોના વાઇરસ ફેલાવાની શક્યતાઓ વધી જાય છે, ત્યારે બેન્ક ઓફ ઇન્ડિયાના સત્તાધિકારીઓ અને સરકાર દ્વારા પૈસા આપવાની યોગ્ય પદ્ધતિ અને દિશા નિર્દેશ આપવા જોઈએ.