બનાસકાંઠા જિલ્લામાં વિવિધ માંગણીઓ સાથે આંગણવાડી બહેનોનો વિરોધ
🎬 Watch Now: Feature Video
બનાસકાંઠાઃ રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કાર્યકર બહેનો અને તેડાગર બહેનોને પૂરતું વેતન અપાતું ન હોય તેમજ તેઓની પડતર માંગણીઓ સંતોષાતી ન હોવાથી રાજ્યભરમાં આંગણવાડી કાર્યકર બહેનોએ વિરોધ પ્રદર્શન કર્યા હતા. જેમાં પાલનપુર ખાતે બે હજારથી વધુ બહેનોએ સૂત્રોચ્ચાર અને દેખાવો કરતા પોલીસે 100 બહેનોની અટકાયત કરી હતી. શહેરના સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં બે હજારથી વધુ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોએ એકત્ર થઇ રાજ્ય સરકાર વિરુદ્ધ દેખાવો કર્યા હતા. સરકાર દ્વારા આંગણવાડી બહેનોને પૂરતું વેતન અપાતું નથી તેમજ વર્ષોથી તેઓની માંગણીઓ સંતોષવામાં આવતી નથી આ ઉપરાંત આંગણવાડી બહેનોને અનેક પ્રકારના સરકારી કાર્યક્રમોમાં તેમજ અન્ય કાર્યક્રમોમાં ફરજિયાત હાજર રહેવા ફરજ પડાય છે પરંતુ તેઓની રજૂઆતો ધ્યાને લેવાતી નથી આ બાબતે તેઓએ અગાઉ પણ અનેક વખત રજુઆત કરી છે છતાં પણ સરકારે તેઓની રજૂઆતો ન સંભાળતા તેઓએ બુધવારે રાજ્યભરમાં દેખાવો યોજયા હતા .પાલનપુર ખાતે પણ સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં એકત્ર થયેલી બહેનોએ વિરોધ કરતા ૧૦૦ જેટલી આગેવાન બહેનોની પોલીસે અટકાયત કરી હતી જોકે બાદમાં કલેકટર કચેરી પાસે તેઓને છોડી મૂકવામાં આવી હતી ત્યારબાદ આંગણવાડી બહેનો એકત્ર થઇ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆતો કરી પોતાની માગણીઓ નહીં સંતોષાય તો આગામી સમયમાં આંદોલન કરવાની ચેતવણી આપી હતી.