મહીસાગરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે લોકોએ નિહાળ્યોં સૂર્યગ્રહણનો નજારો - વાદળછાયા વાતાવરણ
🎬 Watch Now: Feature Video

મહીસાગરઃ આજે રવિવારે 21 જૂનના દિવસે સૂર્યગ્રહણનો સમય ચાલી રહ્યો છે, ત્યારે જ્યોતિષ શાસ્ત્રના જણાવ્યા મુજબ 21 જૂન 2020નું થનાર સૂર્યગ્રહણ આ વખતે કેટલીય જ્યોતિષી ઘટનાને લઈને આવ્યુ છે. આ ગ્રહણ પર છ ગ્રહો વક્રી થઈ રહ્યા છે. જેથી આ ગ્રહણ અને ગ્રહોના વક્રી થવાનો રાશિઓ પર સારી અને ખરાબ અસરો પણ થઈ શકે છે. આજના સૂર્યગ્રહણનો નજારો જોવા જિલ્લામાં કેટલાક લોકો ખુલ્લા મેદાનમાં અથવા પોતાના મકાનના ધાબા પર રહીને સૂર્યગ્રહણ જોવાનો લ્હાવો લીધો હતો..