શરદ પૂર્ણિમાની રાત્રીઃ અંબાજી મંદિરમાં ચંદ્રની કિરણોમાં ચાંદીના પાત્રમાં દૂધપૌંઆ મુકીને માતાજીને ધરાવાયા - Ambajui temple
🎬 Watch Now: Feature Video
અંબાજીઃ નવરાત્રીના તહેવાર બાદ આસો સુદ પૂર્ણિમા એટલે કે શરદપૂર્ણિમાનું વિશેષ મહત્વ છે, જેને લઈ ધાર્મિક સ્થળો ઉપર શ્રદ્ધાળુઓની ભારે ભીડ રહેતી હોય છે. પ્રસિદ્ધ તીર્થસ્થળ અંબાજીમાં પણ શરદપૂર્ણિમાને લઈ યાત્રિકોનો ભારે મેળાવડો જોવા મળ્યો હતો. શરદપૂર્ણિમાની રાત્રીએ દૂધપૌંઆનું પણ વિશેષ મહત્વ રહેલું છે, જ્યા અંબાજી મંદિરમાં ચંદ્રની કિરણોમાં ચાંદીના પાત્રમાં દૂધપૌંઆ મુકીને માતાજીને ધરવામાં આવ્યા હતા અને માતાજીને રાત્રીના 12 કલાકે કપૂર આરતી પણ ભટ્ટજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી. એક માન્યતા એવી પણ પ્રવર્તે છે કે શરદપૂર્ણિમાના ચંદ્રની કિરણો દૂધપૌંઆમાં ઉતરે છે અને તે આરોગવાથી મનુષ્યના શારીરિક વિકારો દૂર થઇ જતા હોય છે, જોકે આ વખતે કોરોનાની મહામારીની અસર શરદપૂર્ણિમા ઉપર જોવા મળી હતી, જ્યા કોઈ પણ શ્રદ્ધાળુઓને રાત્રી કપૂર આરતીમાં પ્રવેશ અપાયો ન હતો અને જ્યા 300 લીટ જેટલો દૂધપૌંઆનો પ્રસાદ અંબાજી મંદિરમાં બનતો હોય છે. તે આ વખતે માત્ર નૈવેદ જેટલો જ ધરાવાયો હતો.