ઓખાથી આવતી તમામ ટ્રેન 31 માર્ચ સુધી રદ, રાજકોટ ડિવીઝન દ્વારા લેવાયો નિર્ણય - train cancled news
🎬 Watch Now: Feature Video

દ્વારકાઃ કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. જે કારણોસર ગુજરાતમાં પણ કોરોનાના દર્દીઓમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે યાત્રાધામ દ્વારકા તરફ આવતા યાત્રાળુઓને તેમજ સ્થાનિક લોકોને દ્વારકાની બહાર જતા રોકવા માટે રાજકોટ ડિવીઝન રેલવે દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ઓખાથી ઉપડતી તમામ લોકલ ટ્રેન, મેલ એક્સપ્રેસ અને સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનોને 23 માર્ચથી 31 માર્ચ સુધી રદ કરવાનો નિર્ણય લીધો છે.