કપરાડામાં ગુજરાત મજદૂર સેવા સંઘે મામલતદારને પાઠવ્યું આવેદન - વલસાડ સમાચાર
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-7793371-880-7793371-1593251438271.jpg)
વલસાડ: કપરાડામાં ઓલ ગુજરાત મજદૂર સેવા સંઘ દ્વારા કપરાડા તાલુકાના મામલતદારને 14 મુદ્દાઓ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ આવેદનપત્રમાં વિવિધ માંગણીઓ મૂકી છે. જેમાં મજૂરો અને પ્રવાસી મજૂરો માટે વિવિધ વ્યવસ્થા કરવામાં આવે તેમજ લોકડાઉન દરમિયાન મજૂરો માટે 6 મહિના સુધી સતત 10,000 જેટલું ભથ્થું આપવામાં આવે, તેમજ દર મહિને મફત રાશનની વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી માગ કરી છે.