અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા સાથે 4 ઇંચ વરસાદ નોંધાયો - etv bharat'
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ રાજ્યના અમુક વિસ્તારોમાં હાલ અતિવૃષ્ટિની સ્થિતિ સર્જાઈ છે. રાજ્યના અમુક વિસ્તારોમાં 100 ટકાથી વધારે વરસાદ વરસી ચૂક્યો છે. ત્યારે હાલ આ સ્થિતિમાં અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે અને અમદાવાદ સહિત અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી છે. સાથે જ ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે શહેરના બોપલ, સરખેજ, એસજી હાઈવે, બોડકદેવ, થલતેજ, ચાંદખેડા, મોટેરા, ગોતા, રાણીપ, ચાંદલોડીયા, મણિનગર, વટવા, રામોલ, ચેનપૂર, સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે.