અમદાવાદમાં મોંઘવારીના સ્લોગન સાથે કોંગ્રેસે ઉડાવ્યા પતંગ - Ahmedabad news
🎬 Watch Now: Feature Video
અમદાવાદઃ વધતી જતી મોંઘવારીનો દેશ ભરમાં વિરોધ થઈ રહ્યો છે, ત્યારે કોંગ્રેસ દ્વારા અનોખી રીતે વિરોધ કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા સરકાર વિરોધી મોંઘવારીના સ્લોગન સાથે પતંગ ઉડાવી વિરોધ કરવામાં આવ્યો હતો, ત્યારે ઉત્તરાયણ અગાઉના છેલ્લા રવિવારે અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ શશીકાંત પટેલ સહિતના કાર્યકરોએ સરકાર વિરોધી સ્લોગન લખેલા પતંગ ઉડાવી વિરોધ કર્યો હતો. મોંઘવારીનો માર જનતા પરેશાન અને ભાજપમાં રાજમાં તેલ મોંઘુ અને સસ્તો દારૂ લખેલા સ્લોગન સાથે કોંગ્રેસ દ્વારા પતંગ ઉડાવી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.