અમદાવાદનો બિઝનેસ હબ ગણાતો સી.જી.રોડ સંપૂર્ણપણે બંધ રહ્યો - અમદાવાદમાં કરફ્યૂ
🎬 Watch Now: Feature Video
અમદાવાદ :કોરોના વાઇરસના ફેલાવાને અટકાવવા માટે વડાપ્રધાન મોદી દ્વારા જનતા કરફ્યૂનો ચૂસ્તપણે અને સ્વયંભૂ અમલ કરવાની જે અપીલ કરવામાં આવી હતી, તેના પગલે અમદાવાદમાં કરફ્યૂ જેવો માહોલ વહેલી સવારથી જ જોવા મળ્યો હતો. જેમાં અમદાવાદનું હાર્ટ તેમજ બિઝનેસનું હબ ગણાતો સી.જી.રોડ પણ સંપૂર્ણપણે બંધ રહ્યો હતો. સી.જી.રોડ પર આવેલા નાના-મોટા વેપારીઓ ઉપરાંત શોપિંગ કોમ્પ્લેક્ષ, શોપિંગ મોલ્સ, થિયેટરો, મલ્ટિપ્લેક્સ તેમજ મ્યુનિસિપલ માર્કેટ સહિતની તમામ દુકાનો કોરોના વાઇરસ સામે સાવચેતીના પગલા રૂપે આપવામાં આવેલા બંધના આદેશ અનુસાર સંપૂર્ણપણે બંધ રાખવામાં આવી હતી.