રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલનો 71મો જન્મ દિવસ, ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા માસ્કનું વિતરણ કરી કરાઈ ઉજવણી - પીરામણ
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-8503723-497-8503723-1598002435498.jpg)
ભરૂચ: જિલ્લાના અંકલેશ્વરના નાનકડા ગામ પીરામણથી પાર્લામેન્ટ સુધીની યાત્રા કરનારા કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અને રાષ્ટ્રીય કોંગ્રેસના ખજાનચી એવા અહેમદ પટેલનો આજે 71મો જન્મ દિવસ છે. અહેમદ પટેલના જન્મ દિવસની તેમના વતન ભરૂચમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવતી હોય છે. પરંતુ આ વર્ષે કોરોનાની મહામારી વચ્ચે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી. કોંગ્રેસના આગેવાનોએ રેલવે સ્ટેશન સ્થિત ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને બાદમાં રાહદારીઓને સેવાકાર્યના ભાગરૂપે માસ્કનું પણ વિતરણ કર્યું હતું. આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, શહેર કોંગ્રેસ પ્રમુખ વીકી શોખી, પ્રવક્તા નાઝુ ફડવાલા, પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, આગેવાન સંદીપ માંગરોલા તેમજ કાર્યકરો જોડાયા હતા.