બનાસકાંઠા જિલ્લાના આગથળા પોલીસ સ્ટેશનના PSI લાંચ લેતા ACBના હાથે ઝડપાયા - PSI caught Bribery
🎬 Watch Now: Feature Video
બનાસકાંઠા :જિલ્લાના લાખણી તાલુકાના આગથળા પોલીસ સ્ટેશનમાં PSI તરીકે ફરજ બજાવતા બી કે ગોસ્વામી 40 હજારની લાંચ લેતા ACBએ રંગે હાથે ઝડપ્યા હતા. પહેલા સ્થાનિક ઘટના સંદર્ભે નાગરિક ફરિયાદ દાખલ કરવા આગથળા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જેની સામે PSI બી કે ગોસ્વામીએ શરૂઆતમાં જાણવાજોગ લઇ ફરિયાદ ટાળી હતી. ઘટના મામલે ફરિયાદ દાખલ કરાવવા PSI બી.કે ગોસ્વામીએ ૪૦ હજારની લાંચ માંગી હતી. ત્યારે રજૂઆત કરનાર વ્યક્તિએ બનાસકાંઠા ACBનો સંપર્ક કર્યો હતો.આથી ACB, PI કે. જી.પટેલની ટીમ ડીસા રાજમંદિર પાસે આગથળા પોલીસ સ્ટેશનના PSI બી કે ગોસ્વામીને લાંચની રકમ સ્વીકારતા રંગે હાથે ઝડપાયા હતા.બનાસકાંઠા જિલ્લાના મહત્વના ગણાતા આગથળા પોલીસ સ્ટેશનના PSIની ફરિયાદ સામે લાંચ લેવાની ઘટનાથી ખળખડાટ મચી ગયો હતો.