શેલ્ટર હોમ્સમાં બે દિવસ બાદ મળ્યું જમવાનું, આશ્રય મેળવેલા મજૂરોની હાલત કફોડી - etv bharat gujarati
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6609799-1031-6609799-1585655802859.jpg)
અરવલ્લીઃ જિલ્લામાં આવેલી રાજસ્થાન બોર્ડર સીલ કરી દેવામાં આવી હોવાથી ગુજરાતમાં કામ કરતા પરપ્રાંતીઓ મજૂરોને હવે શેલ્ટર હોમ્સમાં મોકલી દેવામાં આવ્યા છે. જોકે આવા સેન્ટરોમાં એક સાથે 500 કરતા વધારે લોકોને રાખવામાં આવ્યા હોવાથી વ્યવસ્થા જળવાઈ નથી. મોટી સંખ્યામાં લોકો હોવાથી તેમના જમવાની વ્યવસ્થા અપૂરતી હોય તેવું જણાઈ રહ્યું છે. ભીલોડામાં આવેલી સૈનિક સ્કૂલને કામચલાઉ શેલ્ટર હોમ તરીકે સ્થાપિત કરી છે. જે શ્રેમિકોને રાજસ્થાન બોર્ડર પરથી પાછા કાઢવામાં આવ્યા હતા. તેમને આશરો આપવામાં આવ્યો છે. જોકે, અત્રે વ્યવસ્થાનો અભાવ હોવાથી લોકો પરેશાન છે. ઇટીવી ભારત સાથે વાત કરતા લોકોએ તેમની આપવીતી જણાવી હતી કે, તેઓ બે દિવસથી ભૂખ્યા છે અને ત્રીજા દિવસે તેમના માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે તે પણ પૂરતું નથી.