ચૂંટણી પત્યા બાદ ભાજપના ખેસ ખાડી પાસે આવેલી કચરાપેટીમાં નજરે પડ્યા - bjp's scarf
🎬 Watch Now: Feature Video
સુરત: સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષોએ જોરશોરથી ચૂંટણી પ્રચાર કર્યો હતો. નેતાઓ અને કાર્યકરો પોતાની રાજકીય પાર્ટીઓના ખેસ પહેરી ચૂંટણી પ્રચારમાં જોડાયા હતા, પરંતુ હવે ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને તેનું પરિણામ પણ આવી ગયું છે. ત્યારે સુરતમાં ભાજપના ખેસનાં ઢગલાં ખાડી કિનારે કચરાપેટીમાં જોવા મળી રહ્યા છે. સુરતના વરાછામાં આવેલી કુબેરનગરની ખાડી પાસે આવેલા કચરાપેટીમાં ભાજપના ખેસનો ઢગલો જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, જાહેર રોડ પર ભારે ગંદકી હોવા છતાં તંત્રએ કોઈ કામગીરી કરવામાં ન આવતા લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. અહીં એટલી હદે ગંદકી છે કે અહીંથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે. ત્યારે મનપા તંત્ર આ મામલે કડક કાર્યવાહી કરે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.