સાબરકાંઠાના ગાંભોઇ નજીક અકસ્માત, 3 કિલોમીટર સુધી ટ્રાફિક જામ - સાબરકાંઠાના ગાંભોઇ નજીક અકસ્માત
🎬 Watch Now: Feature Video
સાબરકાંઠા: જિલ્લાના ગાંભોઇ નજીક ટ્રક પલટી મારી જતા ત્રણ કિલોમીટર લાંબી ટ્રાફિક જામ સર્જાયો હતો. જોકે ટ્રાફિક વિભાગ હજી સુધી ટ્રાફિક ખુલ્લો ન કરાવતા સ્થાનિકો સહિત અવરજવર કરનારા વાહનચાલકો પરેશાન થઇ ચૂક્યા હતા. સાબરકાંઠા જિલ્લામાં અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. મંગળવારે સવારે નેશનલ હાઇવે પર એક ટ્રક પલટી ગઇ હતી. જેને લઇ ત્રણ કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઈનો લાગી છે. વિગતો મુજબ, સાબરકાંઠા જિલ્લાના નેશનલ હાઇવે નંબર-8 પર ગાંભોઇ પાસે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.