બનાસકાંઠા : લુણપુર રોડ પર બે બાઈક વચ્ચે અકસ્માત, 2ના મોત - Accident in Banaskantha

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 10, 2020, 7:47 PM IST

બનાસકાંઠા : જિલ્લામાં એક પછી એક અનેક નાના-મોટા અકસ્માત સર્જાઈ રહ્યા છે. ત્યારે જિલ્લાના જૂના ડીસા - લૂણપુર રોડ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં પુરપાટ ઝડપે આવી રહેલી 2 બાઈક સામસામી ટકરાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં બંન્ને બાઇકનું કચ્ચરઘાણ નીકળી ગયું હતું. આ અકસ્માત એટલો ભયંકર હતો કે, તેમાં બાઇક ચાલક અભુજી ઠાકોર તથા અન્ય વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. જ્યારે બન્નેના મૃતદેહને ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.