અરવલ્લી ACBએ માલપુર પોલીસ સ્ટેશન ASIને બે હજારની લાંચ લેતા રંગેહાથે દબોચ્યો
🎬 Watch Now: Feature Video
અરવલ્લીઃ જિલ્લાના માલપુર પોલીસ સ્ટેશનનો આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર મેહુલ પ્રેમજી પરમારએ ચેપ્ટર કેસમાં જામીન લેવા માટે ૨ હજાર રૂપિયાની માંગ ફરિયાદી પાસે કરી હતી. જેના પગલે ફરીયાદીએ અરવલ્લી ACBનો સંપર્ક કરી લાંચીયા અધિકારીને પાઠ ભણાવાનું નક્કી કરતા ACBની ટીમે છટકું ગોઠવી આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટર મેહુલ પ્રેમજી પરમારને બે હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો હતો. માલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદીના કૌટુંબિક કાકા સામે અરજી થતા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI મેહુલ પ્રેમજીભાઈ પરમારે અરજીના કામે ચેપ્ટર જામીન લેવા અંગે ફરિયાદી અને સાહેદ પાસેથી ૨ હજાર રૂપિયાની માંગણી કરી હતી . ACBની ટ્રેપથી પોલીસ સ્ટેશનમાં ફરજબજાવતા કર્મચારીઓ પણ અચંબિત બન્યા હતા. ACBની સફળ ટ્રેપથી જિલ્લામાં ફરજ બજાવતા લાંચિયા અધિકારીઓમાં ફફડાટ ફેલાયો હતો.