અંકલેશ્વરમાં 7 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કરનારા આરોપીની ધરપકડ - Ankleshwar Taluka Police

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Dec 10, 2020, 9:25 AM IST

ભરૂચઃ અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામમાં પાડોશીના ઘરમાં રમવા માટે ગયેલી માસુમ બાળકી સાથે શારીરિક અડપલા કરતા નરાધામને ઝડપી પાડી સ્થાનિકોએ પોલીસને હવાલે કર્યો હતો. અંકલેશ્વરના જીતાલી ગામના મુસ્લિમ પરિવારની 7 વર્ષની બાળકી પોતાની માતા સાથે તેમના સબંધીના ઘરે ગયા હતા. તે દરમિયાન માસુમ બાળકી પડોશમાં રહેતી તેની બહેનપણીને ત્યાં રમવા ગઈ હતી. દરમિયાન બાળકીની એકલતાનો લાભ ઉઠાવી ફૈયાઝ અહમદ ખાન સૈયદ નામના નરાધમે માસુમ બાળકી સાથે શારીરિક અડપલા કર્યા હતા.બાળકી રડતા સમગ્ર ઘટના બહાર આવી હતી. તેની માતાએ પૂછતા તેણે સમગ્ર ઘટના અંગે જણાવતા આસપાસના લોકોએ નરાધમને ઝળપી પાડ્યો હતો અને તેને ઢોર મારમારી અંકલેશ્વર તાલુકા પોલીસને સોંપી દીધો હતો. અંકલેશ્વર તાલુકા પોલીસે આરોપી સામે પોકસો એક્ટ સહિત ઇ.પી.કો કલમ 354 અન્વયે ગુનો દાખલ કરી જેલભેગો કર્યો હતો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.